Friday, September 23, 2022

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
મારે વહેતે ગળે ન હવે ગાવું,
મેળાનો મને થાક લાગે.

ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી ?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી ?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી ?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું,
મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.

એના પાવાનો સૂર ક્યાંય હલક્યો ?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો ?
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો ?
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.

Tuesday, February 22, 2022

 

વાલમ આવો ને (Valam Aavo ne - "Love ni bhavai")

હું મને શોધ્યા કરું,
પણ હું તને પામ્યા કરું,
તું લઇને આવે લાગણીનો મેળો રે,

સાથ તું લાંબી મજલનો,
સાર તું મારી ગઝલનો,
તું અધૂરી વાર્તાનો છેડો રે.

મીઠડી આ સજા છે,
દર્દોની મજા છે,
તારો વિરહ પણ લાગે વ્હાલો રે.

વ્હાલમ આવોને આવોને,
વ્હાલમ આવોને આવોને,
માંડી છે લવની ભવાઈ

ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ,
તા થૈયા થૈયા તા થૈયા થૈ….

કે વ્હાલમ આવોને આવોને,
મન ભીંજાવોને આવોને,
કેવી આ દિલની સગાઇ,
કે માંડી છે લવની ભવાઈ,

ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ,
તા થૈયા થૈયા તા થૈયા થૈ….


રોજ રાતે કે સવારે ચાલતાં ફરતાં,
હું અને તારા વિચારો મારતાં ગપ્પાં,
તારી બોલકી આંખો,
જાણે ખોલતી વાતો


હર વાતમાં હું જાત ભૂલું રે

કે વ્હાલમ આવોને આવોને,
વ્હાલમ આવોને આવોને
માંડી છે લવની ભવાઈ…


ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ,
તા થૈયા થૈયા તા થૈયા થૈ….


કે વ્હાલમ આવોને આવોને,
મન ભીંજાવોને આવોને,
કેવી આ દિલની સગાઇ,
કે માંડી છે લવની ભવાઈ,


ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ,
તા થૈયા થૈયા તા થૈયા થૈ….

તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ.


યાદોના બાવળને આવ્યાં, ફૂલ રે હવે
તું આવે તો દુનિય, આખી ધૂળ રે હવે,
સપનાં, આશા, મંછા છોડ્યા મૂળ રે હવે,
તું આવે તો દુનિયા…આખી એ જી ધૂળ રે હવે..
ધૂળ રે હવે ધૂળ રે હવે…


ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ,
તા થૈયા થૈયા તા થૈયા થૈ….

Monday, May 20, 2013

કંકોતરી

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,


એને પસંદ છો હું નથી, શાયરી તો છે,

વર્ષો પછી યે બેસતા વરસે એ દોસ્તો,

બીજું તો નથી એમની કંકોતરી તો છે!

--------------------------------------------------------

મારી એ કલ્પના હતી કે વિસરી મને,


કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.



ભુલી વફાની રીત ન ભુલી જરી મને,

લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…



સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,

કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.



કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,

જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.



રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,

જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.



જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,

સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.



ભુલી વફાની રીત ન ભુલી જરી મને,

લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…



કંકોતરીથી એટલું પુરવાર થાય છે,

નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.



જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે,

ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.



દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,

કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.



ભુલી વફાની રીત ન ભુલી જરી મને,

લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…



આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો…

તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો…

હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો…

મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો…



હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,

એ પારકી બની જશે હું એનો એજ છું.



ભુલી વફાની રીત ન ભુલી જરી મને,

લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…






Sunday, July 22, 2012

તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી

તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી


માના ખોળા સમું આંગણું તે મૂક્યું
બાપના મન સમું બારણું તે મૂક્યું



તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી
તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી



ભગવાનને આજ ભળાવી દીધી
વિશ્વાસ કરીને વળાવી દીધી



તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી

હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે

હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં



હે વાટકી જેવડી વાવલડી ને
મંઈ ખોબલો પાણી માંય રે
ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં



હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં



ગરબો માથે કોરિયો
માંએ ઝબક દીવડો થાય મારી માડી
ગરબો રૂડો ડોલરીયો
એ તો ઘમ્મરઘમ્મર ઘૂમે મારી માડી



હે તાળીઓની રમઝટ
હે તાળીઓની રમઝટ
પગ પગ પડે ને ત્યાં
ધરણી ધમધમ થાય રે
ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં



હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં



હળવે હાલું તો કેડ ચહી જાય
હાલું ઉતાવળી તો પગ લચકાય
સાળુ સંકોરું તો વાયરે ઉડી જાય
ધડકંતો છેડલો સરી સરી જાય



હે પગને ઠેકે ધૂળની ડમરી ગગનમાં છવાય રે
ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં



હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં



ચ્યમ જઉં ઘર આંગણીયે આજ
ગરબો રંગે ચગ્યો મારા વ્હાલા
થઈ જાઉં હું તો ઘેલી ઘેલી
હૈયા હિલોળાં ખાય મારા વ્હાલા



હે સરખેસરખી સૈયર ટોળે ઝટપટ ઝટપટ જાય રે
ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં



હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં

ના, ના, નહિ આવું, મેળે નહિ આવું

ના, ના, નહિ આવું, એ... નહિ આવું
મેળાનો મને થાક લાગે હો
મેળાનો મને થાક લાગે
એ... મારે વહેતે ગળે ન હવે ગાવું
મને થાક લાગે
મેળાનો મને થાક લાગે



ક્યાં છે વાયરાની પ્રાણભરી લહેરી
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેહરી
ક્યાં એ નજરું કે જેણે મને હેરી
સખી અમથું અમથું ક્યાં અટવાવું

મને થાક લાગે
મેળાનો મને થાક લાગે


ના, ના, નહિ આવું


એના પાવાનો સૂર ક્યાંય હલક્યો
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો
સખી ઓ...સખી ઓ...
એવા વેરાને કેમ જાવું
મને થાક લાગે

મેળાનો મને થાક લાગે


ના, ના, નહિ આવું, મેળે નહિ આવું
મેળાનો મને થાક લાગે
હો મેળાનો મને થાક લાગે



આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો



તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તુ ગિરધર મારો
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો



આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી

જોજે વીખાય નહીં શમણાનો માળો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો



દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો



આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો



ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું, મેળાનો મને થાક લાગે; મારે વહેતે ગળે ન હવે ગાવું, મેળાનો મને થાક લાગે. ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હે...