ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
મારે વહેતે ગળે ન હવે ગાવું,
મેળાનો મને થાક લાગે.
ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી ?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી ?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી ?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું,
મેળાનો મને થાક લાગે;
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.
એના પાવાનો સૂર ક્યાંય હલક્યો ?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો ?
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો ?
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે;
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.
Subscribe to:
Post Comments (Atom)
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું, મેળાનો મને થાક લાગે; મારે વહેતે ગળે ન હવે ગાવું, મેળાનો મને થાક લાગે. ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હે...
-
taarii aa.nkh no afiNii, taaraa bol no ba.ndhaaNii taaraa ruup nii punam no paagal ekalo aaj piivu.n darshan nu.n amrut kaal kasumbal kaavo ...
-
તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી માના ખોળા સમું આંગણું તે મૂક્યું બાપના મન સમું બારણું તે મૂક્યું ...
-
Bena re Saasariye jata jo jo paapaN na bhinjaay Dikari to paarki thaapaN kehvaay (2) Benaa re Saasariye jata jo jo paapaN na bhinjaay Dikar...
No comments:
Post a Comment