Monday, March 28, 2011

કોકવાર આવતા ને જાતા મળો છો એમ

કોકવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

પુનમનો ચાંદ જ્યા ઉગે આકાશમાં ત્યાં ઉછળે છે સાગરના નીર
મારુ એ ઉર હવે ઉછળવા ચાહે એવુ બન્યુ છે આજ તો અધીર

સાગરને તીર તમે આવોને ચાંદ સા ખીલી રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં, ખીલી ઉઠે આ બાગ મારો

શાને સતાવો મારી ઉરની સિતારના, તારો છેડો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

કોકવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

No comments:

Post a Comment

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું, મેળાનો મને થાક લાગે; મારે વહેતે ગળે ન હવે ગાવું, મેળાનો મને થાક લાગે. ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હે...